અમર શહિદો

શહીદ ભગતસિંહ


♥ વિર સાવરકર ♥

♥ શિવરામ હરિ રાજગુરુ ♥

♥ સુખદેવ થાપર ♥

♥ ચાપેકર ભાઇઓ ♥

♥ રામપ્રસાદ બિસ્મિલ ♥

♥ ભગવતીચરણ વોહરા ♥

♥ વીર શહીદ સૂર્યસેન ♥

♥ ખુદીરામ બોઝ ♥

♥ વીર વાસુદેવ બળવંત ફડકે ♥

♥ શહીદે આઝમ ઉદ્યમસિંહ ♥

♥ ગણેશ શંકર ' વિદ્યાર્થી ' ♥

♥ શ્યામજી કૃષ્ણ વર્મા ♥

♥ મેડમ ભિખાઇજી રુસ્તમ કામા ♥


♥ રાજેન્દ્રનાથ લાહિરી ♥♥ સચીન્દ્રનાથ સન્યાલ ♥


♥ મહર્ષિ અરવિંદ ઘોષ ♥

♥ માનવેન્દ્રનાથ રોય ♥♥ મદનલાલ ધીંગરા ♥

 

ભારતની આઝાદીનો ઈતિહાસ વીર લડવૈયાઓનાં પરાક્રમોથી સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આવા ઝળહળતા સિતારાઓ પૈકીના એક હતા મદનલાલ ધીંગરા.
 'અમૃતસર કા શેર' નામે પ્રખ્યાત મદનલાલ ધીંગરાને ૧૭ ઓગસ્ટ,૧૯૦૯ના રોજ ફાંસી થઈ હતી

* તેમનો જન્મ મેડિકલ પ્રેક્ટિશનર દિત્તોમલ ધીંગરાને ત્યાં ૧૮ ફેબ્રુઆરી,૧૮૮૩ના રોજ અમૃતસરમાં થયો હતો.

* દિત્તોમલ એ જમાનામાં અમૃતસરના ધનવાનોમાં મોખરે હતા.

* મદનલાલ અમૃતસરની પીબીએન સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કરીને પછી લાહોરની કોલેજમાં દાખલ થયા હતા.

* કોલેજકાળમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ભાગ લેતાં કોલેજે તેમને રેસ્ટિકેટ કર્યા તો પિતાએ પણ એમને ઘર છોડવાની ફરજ પાડી, જેથી તેઓ રસ્તા પર આવી ગયા હતા.

* તેઓએ પ્રથમ ક્લાર્કની નોકરી કરી, પછી કાલકા જઈ તાંગાવાલાની નોકરી કરી, પણ હિંમત હાર્યા નહીં.

* પછી તેમણે બોમ્બે પોર્ટ પર કામ કરીને પૈસા ભેગા કરી લંડન જવાનું સ્વપ્ન સાર્થક કર્યું.

* પણ ત્યાં કંઈ સફળતા ન મળતાં ભારત પરત ફર્યા.

* ફરી મદનલાલને તેમના પિતાએ ઇજનેરી ભણવા લંડન મોકલ્યા. ૧૦ જૂન,૧૯૦૬ના રોજ તેઓ લંડન ગયા.

* લંડનમાં કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ ક્રાંતિકારી નેતા વીર સાવરકરને ઇન્ડિયા હાઉસમાં મળ્યા.

* ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનાં ૫૦ વર્ષ પૂરાં થયાં, તેની પ્રથમ ઉજવણી તેમણે સૌની સાથે લંડનમાં કરી.

* તેમના શરીર પરના બિલ્લાને ભૂંસવાની કોશિશ કરનારા અંગેજ છોકરા પાછળ તેઓ છરી લઈને દોડયા હતા.

* ઇન્ડિયા હાઉસમાં બોમ્બ બનાવવા માટેના કેમિકલથી તેઓ દાઝ્યા છતાં ઊંહકારો કર્યો નહોતો એવા એ વીર હતા.

* જ્યારે ૧૧ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ ભારતમાં ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ, કનૈયાલાલ દત્ત અને સત્યેન્દ્ર બોઝને ફાંસી અપાઈ ત્યારે મદનલાલ બહુ ક્રોધે ભરાયા ને બદલો લેવાનું પણ લીધું.

* એ વખતે મદનલાલે વીર સાવરકરનો અભિપ્રાય પૂછતાં તેમણે કહ્યું કે જો તમે સર્વોચ્ચ બલિદાન માટે તૈયાર હો અને મુક્તિ માટે તમારું મન મક્કમ હોય તો દેશ માટે મરી ફીટવાનો આ ખરો અવસર છે.

* એમણે બંગાળનું વિભાજન કરનાર પૂર્વ ગવર્નર જનરલ કર્ઝન વેલીને ઠાર મારવા બે રિવોલ્વર લીધી ને ૧ જુલાઈ, ૧૯૦૯ના રોજ નેશનલ ઇન્ડિયન એસોસિયેશનના ફંક્શનમાં કર્ઝનની સાવ નજીક જઈ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી ને પછી બીજી બે ગોળી મારી.

* કર્ઝન વેલીની હત્યા બદલ મદનલાલ ધીંગરાને ૧૭ ઓગસ્ટ, ૧૯૦૯ના રોજ ફાંસી થઈ. અંગ્રેજ સરકારે એમના કુટુંબને એમનો મૃતદેહ ન સોંપ્યો.

* મદનલાલ ધીંગરાએ માત્ર ૨૫ વર્ષની વયે ભારતની આઝાદી માટે વિદેશમાં જાનની કુરબાની આપી. આવા મર્દ, જાંબાઝ, સ્વાતંત્ર્ય સેનાનીને શત શત વંદન.♥ ચક્રવર્તી રાજગોપાલાચારી ♥

વકીલ, લેખક, સફળ રાજનીતિજ્ઞા અને હિન્દુ અધ્યાત્મવાદી ચક્રવર્તી રાજગોપાલાચારીની બે દિવસ પછી જન્મજયંતી છે. રાજાજી અથવા સીઆરના હુલામણા નામથી ઓળખાતા રાજગોપાલાચારી આઝાદ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા.
 → આ અત્યંત કુશળ વકીલની ગણના આઝાદી પહેલાંનાં વર્ષોમાં કોંગ્રેસના ટોચના પાંચ લીડર - જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાથે થતી હતી.
→ રાજગોપાલાચારી મહાત્મા ગાંધીના સંબંધી હતા. (રાજમોહન ગાંધી આ બંનેના પૌત્ર છે.) આ પાંચ ટોચના નેતાઓમાંથી નહેરુ, સરદાર પટેલ અને રાજગોપાલ ગાંધીજીના હૃદય, હાથ અને માથું ગણાતા હતા અને તેઓ ગાંધીજીના મૃત્યુપર્યંત તેમની સાથે રહ્યા હતા.
→ રાજગોપાલાચારી ૧૯૫૨થી ૧૯૫૪ લુધી મદ્રાસના ચીફ મિનિસ્ટર રહ્યા હતા. ગવર્નમેન્ટ છોડયા બાદ, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' મેળવનાર તેઓ પ્રથમ હતા.
→ રાજગોપાલને એક લેખક તરીકે પણ ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની કેટલીક ભાષાઓ પરની પકડ અત્યંત મજબૂત હતી. તમિલમાં તેમનું લખાણ મોડર્ન ક્લાસિક્સ તરીકે ઓળખાતું હતું. પોલિટિક્સ છોડયા બાદ તેઓએ પ્રખ્યાત હિન્દુ ગ્રંથો જેવા કે, રામાયણ, મહાભારતનું સંસ્કૃતમાંથી તામિલ અને ત્યારબાદ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જેના કારણે તેઓને વિદ્વાનો અને ર્ધાિમક દર્શકોની આલોચના સહન કરવી પડી હતી.
→ તેમણે ઉપનિષદ અને ભજ ગોવિંદમ્નું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓની નવલકથા અને ટૂંકી વાર્તાઓ લોકપ્રિય હતી.
→ તેમણે તમિલ સાહિત્યનો પ્રાચીન ભાગ ગણાતા 'તિરુક્કુરલ'નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓનું લખાણ માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ એટલું જ લોકપ્રિય બન્યું હતું. તેમની કેટલીક કવિતાઓને દેશ-વિદેશના જાણીતા ગાયક અને વાદકોએ કમ્પોઝ કરી હતી.
→ રાજગોપાલની રાજનીતિજ્ઞાતા અને દૂરંદેશીનાં આજે પણ વખાણ કરવામાં આવે છે. તેમનું જાહેર જીવન ઉપરાંત ગાંધીજીની દરેક લડાઈમાં ગાંધીજી તેઓને 'મારા અંતરાત્માનો રક્ષક' કહીને સંબોધતા હતા.
→ રાજગોપાલાચારીનું ડિસેમ્બર, ૧૯૭૨માં ટૂંકી બીમારી બાદ મૃત્યુ નિપજ્યું હતું.
♥ સૌજન્ય :-  સંદેશ  ♥
 


♥ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ♥→ રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જિરાદેઈ ગામમાં મહાદેવ સહાય અને કમલેશ્વરી દેવીને ત્યાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા અને રાજેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ તેમની વિદ્વત્તા ઊતરી હતી.

→ તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન રાજવંશીદેવી સાથે થયાં હતાં. તેમણે તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે પ્રારંભિક શિક્ષણ પટણાની આર.કે. ઘોષ એકેડેમીમાં મેળવ્યું હતું.

→ ગાંધીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ રાજેન્દ્ર પ્રસાદના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બીજા બધા કોંગ્રેસી સભ્યોએ સ્વીકારી લીધો હતો.

→ ૧૯૪૨ના વર્ષમાં જ્યારે તેમને જેલ જવાનું થયું ત્યારે તેમણે એ ૩ વર્ષમાં 'ઇન્ડિયા ડિવાઇડેડ' પુસ્તક લખ્યું હતું, જેની પછીથી ખૂબ જ નોંધ લેવાઈ હતી.

→ પ્રથમ વખતની લોકપ્રિયતા પછી તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ૧૨ વર્ષ, ૩ મહિના અને ૧૮ દિવસ વિતાવ્યા હતા. આટલો વખત રાષ્ટ્રપતિ ભવનમાં ગાળનારા તેઓ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.

→ દેશના રાષ્ટ્રપતિને તે સમયે ૧૦ હજાર રૂપિયાનો પગાર મળતો હતો, જેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા સ્વીકારતા હતા. દેશનો એક રૂપિયો પણ ખોટી રીતે ખર્ચ થવો ન જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા.

→ આઝાદીની લડત વખતે અલગ અલગ સમયે તેઓ ૧૬ વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એ દરમિયાન તેઓ લેખન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. આજના નેતાઓથી તદ્દન ભિન્ન એવી સરળ ગાંધીવાદી જીવનશૈલી અપનાવનારા ડો. રાજેન્દ્ર પ્રસાદનું નિધન ૨૮ ફેબ્રુઆરી, ૧૯૬૩ના રોજ થયું
હતું.

♥ નેલ્સન મંડેલા ♥

♥ સ્વામી વિવેકાનંદ ♥

→ ૧૮૯૩માં શિકાગો ખાતે વિશ્વ હિન્દુ પરિષદનું પ્રતિનિધિત્વ કરનાર આપણા માનવંતા સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તામાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩માં થયો હતો. સ્વામી વિવેકાનંદનું નાનપણનું નામ નરેન્દ્ર હતું.
→ સ્વામી વિવેકાનંદનો જન્મ ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. શરૂઆતથી જ નાના વિવેકાનંદને પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી, જ્યારે માતાએ ધાર્મિક સ્વભાવથી તેમની વિચારસરણીમાં આધ્યાત્મનું મહત્ત્વ લાવવાની શરૂઆત કરી હતી. સ્વામી વિવેકાનંદની વાંચન જિજ્ઞાાસા પહેલેથી જ ખૂબ રહી છે, તેથી જ તેમણે વેદ, પુરાણ, ઉપનિષદ,મહાભારત, ભાગવદગીતા, રામાયણ વગેરેમાં ઊંડો રસ લઈ તેનું વાંચન કરેલું હતું. આ બધા જ ઉપનિષદને વિવેકાનંદ પોતાના જીવનમાં ઉતારવાનો હંમેશાં પ્રયત્ન કરતા.
→ સ્વામી વિવેકાનંદે કોલેજનો અભ્યાસ દરમિયાન અધ્યાપકોમાં બહુ માનીતા હતા. સ્કોટીશ કોલેજના અભ્યાસકાળ દરમિયાન ત્યાંના આચાર્ય ડો. વિલિયમ હેસ્ટીએ લખ્યું હતું કે, "હું દેશ-વિદેશમાં બધે જ ફર્યો છું, પરંતુ જર્મન યુનિર્વિસટીના તત્ત્વજ્ઞાાનના વિદ્યાર્થીઓમાં વિવેકાનંદ જેટલો પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી બીજો કોઈ જોવા મળ્યો નથી." આમ, બૌદ્ધિક દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ પહેલેથી જ ખૂબ પ્રતિભાશાળી હતા.
→ વિવેકાનંદને બાળપણથી જ ઈશ્વરની અનુભૂતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્ય જાણવામાં ખૂબ જ રસ રહેતો, તેથી તેઓ ખૂબ નાની ઉંમરથી જ અલગ અલગ ધાર્મિક અગ્રણીઓને મળતા રહેતા. તે બ્રહ્મોસમાજમાં જતા. બ્રહ્મોસમાજના લોકોને ર્મૂિતપૂજા કરતાં નિરાકાર ભગવાનની ભક્તિ કરવાનું સમજાવતા.બ્રહ્મોસમાજમાં વિવેકાનંદની રસ-રુુચિ પણ આ કારણોસર જ થઈ હતી. વિવેકાનંદના શરૂઆતના વિચારોનું ઘડતર બ્રહ્મોસમાજ દ્વારા જ થયું હતું, તેથી વિવેકાનંદ બ્રહ્મોસમાજમાં જોડાયા અને તેમના વિચારોને આગળ વધારી સમાજના લોકોને સમજાવવાનું કાર્ય હાથમાં લીધું હતું.
→ ગુરુ-શિષ્યની જોડીમાં સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની જોડીનો કોઈ જોટો જડે તેમ નથી, પરંતુ પ્રારંભમાં સાવ સામાન્ય દેખાતા એવા રામકૃષ્ણ પરમહંસના વિચારો સમક્ષ વિવેકાનંદે બળવો પોકાર્યો હતો. પરંતુ ધીમે ધીમે જેમ જેમ રામકૃષ્ણ સાથે મુલાકાતો વધતી ગઈ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ તરીકે સ્વીકાર કરી તેમના વિચારોને ખુદના જીવનમાં અપનાવવા માંડયા હતા.
→ સ્વામી વિવેકાનંદ જ્યારે પણ કોઈ વિદ્વાનને મળતાં ત્યારે તેમને માત્ર એક જ સવાલ પૂછતાં કે ઈશ્વર ખરેખર છે? અને જો હોય તો તે કઈ રીતે છે? આ સવાલનો વિવેકાનંદને સંતોષ થાય એવો જવાબ માત્ર રામકૃષ્ણ પાસેથી જ મળ્યો હતો.
→ આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરુદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ગયા હતા. વિવેકાનંદના વક્તવ્યનો પ્રભાવ લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. સ્વામી વિવેકાનંદને પણ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝની જેમ જ ભારતના નિર્માતાઓ પૈકીમાંના એક ગણવામા આવે છે.
→ સ્વામી વિવેકાનંદે એ વખતે એક સ્લોગન દરેક યુવાધનને આપેલું કે, 'ઊઠો, જાગો અને ધર્મ પ્રાપ્તિ માટે લાગ્યા રહો.લ્લ આ સ્લોગન આજના યુવાધન માટે અને આવનારી અનેક પેઢીઓ માટે ખૂબ જ આઇકોનિક બની રહેશે. વળી, સ્વામી વિવેકાનંદે પોતાની માતાએ આપેલું એક વાક્ય પોતાના જીવનમાં ખૂબ જ દૃઢપણે ઉતાર્યું હતું કે તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો, પોતાના આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન ઉપર કદી અતિક્રમણ ન કરો.
→ સાભાર '' સંદેશ '' ન્યુઝપેપર ...
 बिरसा मुंडा

(15 नवंबर 1875 से 9 जून 1900)
जन्मस्थल : खूँटी झारखंड
मृत्युस्थल: राँची झारखंड
आन्दोलन: भारतीय स्वतन्त्रता संग्राम
बिरसा मुंडा 19वीं सदी के एक प्रमुख आदिवासी जननायक थे। उनके नेतृत्व में मुंडा आदिवासियों
ने 19वीं सदी के आखिरी वर्षों में मुंडाओं के महान आन्दोलन उलगुलान को अंजाम दिया। बिरसा को मुंडा समाज के लोग भगवान के रूप में पूजते हैं।
आरंभिक जीवन
सुगना मुंडा और करमी हातू के पुत्र बिरसा मुंडा का जन्म 15 नवम्बर 1875 को झारखंड प्रदेश मेंराँची के उलीहातू गाँव में हुआ था। साल्गा गाँव में प्रारम्भिक पढाई के बाद वे चाईबासा इंग्लिश मिडिल स्कूल में पढने आये। इनका मन हमेशा अपने समाज की  बुरी दशा पर सोचता
रहता था। उन्होंने मुंडा लोगों को अंग्रेजों से मुक्ति पाने के लिये अपना नेतृत्व प्रदान किया। 1894 में मानसून के छोटानागपुर में भयंकर अकाल और महामारी फैली हुई थी। बिरसा ने पूरे मनोयोग से लोगों की सेवा की बिरसा और उसके शिष्यों ने क्षेत्र की अकाल पीड़ित जनता की सहायता करने की ठान रखी थी और अपने जीवन काल में ही एक महापुरुष का दर्जा पाया। उन्हें उस इलाके में लोग "धरती बाबा" के नाम से पुकारा और पूजा जाता था।उनके प्रभाव की वृद्धि के बाद पूरे इलाके के मुंडाओं में संगठित होने की चेतना जागी।

मुंडा विद्रोह का नेतृत्व
1 अक्टूबर 1894 को नौजवान नेता के रूप में सभी मुंडाओं को एकत्र कर इन्होंने अंग्रेजो से लगान माफी के लिये आन्दोलन किया। 1895 में उन्हें गिरफ़्तार कर लिया गया और हजारीबाग केन्द्रीय कारागार में दो साल के कारावास की सजा दी गयी।

1897 से 1900 के बीच मुंडाओं और अंग्रेज सिपाहियों के बीच युद्ध होते रहे और बिरसा और उसके चाहने वाले लोगों ने अंग्रेजों की नाक में दम कर रखा था। अगस्त 1897 में बिरसा और उसके चार सौ सिपाहियों ने तीर कमानों से लैस होकर खूँटी थाने पर धावा बोला। 1898 में तांगा नदी के किनारे मुंडाओं की भिड़ंत अंग्रेज सेनाओं से हुई जिसमें पहले तो अंग्रेजी सेना हार गयी लेकिन बाद में इसके बदले उस इलाके के बहुत से आदिवासी नेताओं की गिरफ़्तारियाँ हुईं।

जनवरी 1900 डोमबाड़ी पहाड़ी पर एक और संघर्ष हुआ था जिसमें बहुत से औरतें और बच्चे मारे गये थे। उस जगह बिरसा अपनी जनसभा को सम्बोधित कर रहे थे। बाद में बिरसा के कुछ शिष्यों की गिरफ़्तारियाँ भी हुईं। अन्त में स्वयं बिरसा भी 3 फरवरी 1900 को चक्रधरपुर में गिरफ़्तार कर लिये गये। बिरसा ने अपनी अन्तिम साँसें 9 जून 1900 को राँची कारागार मे लीं। आज भी बिहार , उड़ीसा , झारखंड छत्तीसगढ और पश्चिम बंगाल के आदिवासी इलाकों में बिरसा मुण्डा को भगवान की तरह पूजा जाता है।

बिरसा मुण्डा की समाधि राँची में कोकर के निकट डिस्टिलरी पुल के पास स्थित है। वहीं उनका स्टेच्यू भी लगा है।उनकी स्मृति में रांची में बिरसा मुण्डा केन्द्रीय कारागार तथा बिरसा मुंडा हवाई-अड्डा भी है।

महान भारतीय स्वतंत्रता क्रांतिकारी वीर मुन्डा की जयन्ती पर हार्दिक बधाई और महान विभूति को कोटि कोटि नमन

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો